Elegant Rose - Working In Background

Friday, 24 January 2014

હવે ૯માં ધોરણમાં પણ ગુણોત્‍સવઃ ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા

ભુજમાં શિક્ષણમંત્રીએ કરી જાહેરાત-કચ્‍છ યુનિવર્સિટીના કુલપતિ અને અધૂરાશોના મુદ્દે ગોળગોળ વાત-પ્રશ્નો ટાળીને રવાના
ભુજ, તા. ર૩ : ભુજ મધ્‍યે આયોજીત વોકેશનલ ટ્રેઇનીંગ પોગ્રામમાં આવેલા રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ રાજય સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે કરાનાર મહત્‍વના પરિવર્તનની જાહેરાત કરી હતી જે રીતે પ્રાથમિક શિક્ષણમાં ગુણોત્‍સવ સુધારણા કાર્યક્રમ અંતર્ગત મૂલ્‍યાંકન કરાય છે એ જ રીતે હવેથી ૯માં ધોરણ માટે પણ ગુણોત્‍સવ અને મૂલ્‍યાંકન કસોટી યોજાશે. શિક્ષણમંત્રીએ ધોરણ ૧૦ અને તેથી આગળ ઉચ્‍ચ અભ્‍યાસ માટે આગળ વધતા ગુજરાતના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકીર્દીને વધુ તેજસ્‍વી બનાવવા માટે ગુણોત્‍સવ અને મૂલ્‍યાંકન કસોટી ધોરણ ૯માં દાખલ કરવાનું જણાવ્‍યું હતું.

No comments:

Post a Comment