કમ્પ્યુટર રિસ્ટાર્ટ કર્યુ અને ધડાધડ યાહૂ મેસેન્જર, આઉટલૂક એક્સપ્રેસ અને બીજા ઘણાં બધા સોફ્ટવેર્સ ઓપન થઈ જતાં હોય છે.સમય જતાં ઓટોમેટિક સ્ટાર્ટ થતાં સોફ્ટવેર્સને બંધ કરતી સમયે ગુસ્સો આવી જતો હોય છે કે શું રોજે રોજ આ બંધ કરવાનું ? જો તમે પણ આ દર્દથી પીડાતા હોય તો તેની દવા હાજર છે.ફકત તમારે માત્ર એનો અમલ કરવાની જરૂર છે. તો થઈ જાવ દવા માટે ......
સ્ટેપ 1 - સૌ પ્રથમ start > Run માં જઈ regedit ટાઈપ કરી એન્ટર પ્રેસ કરો.
સ્ટેપ 2 - હવે ખુલેલી વિન્ડોમાં ડાબી બાજુની પેનલમાં HKEY_ LOCAL_MACHINE >
SOFTWARE > Microsoft > Windows > CurrentVersion >
Run > Start > Programs > Startup Folder
સ્ટેપ 3 - ત્યાર બાદ જમણી બાજુની પેનલમાં કમ્પ્યુટર સ્ટાર્ટ કરતી વખતે જે
સોફ્ટવેર્સ ચાલુ થતાં હશે તેનું લિસ્ટ દેખાશે.
સ્ટેપ 4 - બસ, આ લિસ્ટ માંથી તમારે ન જોઈતા હોય તેવા સોફ્ટવેર્સ દૂર કરવા
રાઈટ ક્લિક કરી Delete પ્રેસ કરો.
No comments:
Post a Comment