Elegant Rose - Working In Background

Tuesday, 5 November 2013

સરકારી કર્મચારીઓને તમામ નિવૃત્તિ લાભ ઇ-ટ્રાન્‍સફર દ્વારા બેંક ખાતામાં જમા અપાશે

નિવૃત્તિ લાભની ચુકવણીમાં થતા બિનજરૂરી વિલંબને નિવારવા યોગ્‍ય મિકેનિઝમ ગોઠવવા તમામ સરકારી વિભાગને આદેશ
-----> કેન્‍દ્ર સરકારના કર્મચારીઓને હવે ટૂંક સમયમાં નિવૃત્તિ પહેલા લિવ એન્‍કેશમેન્‍ટની રકમ તેમના બેન્‍ક ખાતાઓમાં જમા મળી જશે. આ અંગે સંબંધિત વિભાગોના પગાર અને હિસાબ અધિકારીઓ સાથે પરામર્શ કરીને એક દરખાસ્‍ત તૈયાર કરવામાં આવી રહી છે. લિવ એન્‍કેશમેન્‍ટ ઉપરાંત સરકારી કર્મચારીઓને મળવાપાત્ર અન્‍ય તમામ નિવૃત્તિ લાભ પણ ઈ-ટ્રાન્‍સફર દ્વારા સંબંધિત કર્મચારીના બેન્‍ક ખાતામાં જમા આપવામાં આવશે અને નિવૃત્તિ લાભની ચુકવણીમાં થતા બિનજરૃરી વિલંબને નિવારવા માટે યોગ્‍ય મિકેનિઝમ ગોઠવવામાં આવશે.
કેન્‍દ્ર સરકારના તમામ વિભાગોને કર્મચારીઓની રજાઓનો હિસાબ રાખવા અને રજાનું બેલેન્‍સ મહત્તમ ૩૧૫ રજાઓથી વધે નહીં તે જોવા સુચના આપવામાં આવી છે કે જેથી ભવિષ્‍યમાં રજાના બદલામાં વધારાની ચુકવણીના અભાવે કાનૂની દાવાદૂવી થાય નહીં.મહેકમ વિભાગના ધ્‍યાન પર એ વાત લાવવામાં આવી છે કે સરકારી કર્મચારી જયારે નિવૃત્ત થાય છે ત્‍યારે તેમને મળવાપાત્ર નિવૃત્તિ લાભની ચુકવણી તત્‍કાળ કરવામાં આવતી નથી. પરિણામે પાછળથીઆ અંગે કાનૂની દાવાઓ થાય છે અને અદાલત દ્વારા વિલંબિત ચુકવણી બદલ વ્‍યાજ ચૂકવવા માટે કેન્‍દ્ર સરકારને આદેશ કરવામાં આવે છે. આ પ્રકારની ચુકવણીમાં થતો વિલંબ નિવારી શકાય તેમ હોય છે એવું મહેકમ મંત્રાલયના એક આદેશમાં જણાવ્‍યું હતું.
સરકારી કર્મચારીની જમા રજાની ગણતરીમાં થતો વિલંબ કોઈ સંજોગોમાં સ્‍વીકાર્ય ગણી શકાય નહીં અને તેને વહીવટી ત્રુટી તરીકે ગણવામાં આવે છે. આથી નિવૃત્ત થતા તમામ સરકારી કર્મચારીઓને ચૂકવવાપાત્ર તમામ નિવૃત્તિ લાભ ચુકવવામાં કોઈ પણ પ્રકારનો વિલંબ થવો જોઈએ નહીં એવું મંત્રાલયે તાજેતરમાં જારી કરેલા આદેશમાં કેન્‍દ્ર સરકારના તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે.
આ આદેશના પગલે વહીવટી વિભાગો હવે ખાસ કરીને નિવૃત્ત થતા કર્મચારીઓના ખાતાઓમાં દર મહિનાની ૨૦મી તારીખે રજાઓ જમા થાય તે પ્રકારનું મિકેનિઝમ ગોઠવશે અને તેના આધારે નિવૃત્તિ સમયે ચૂકવવાપાત્ર લિવ એન્‍કેશમેન્‍ટ સીધું તેમના બેન્‍ક ખાતામાં જમા કરવા માટેની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવશે અને આ માટે લિવ એન્‍કેશનમેન્‍ટનું હવે ઈ-ટ્રાન્‍સફર કરવામાં આવશે.પ્રત્‍યેક સરકારી વિભાગના પે એન્‍ડ એકાઉન્‍ટસ ઓફિસર્સ સાથે સલાહ-મસલત કરીને નિવૃત્તિ લાભની ચુકવણી ઈ-ટ્રાન્‍સફર મારફતે સંબંધિત કર્મચારીના બેન્‍ક ખાતામાં સીધી કરવામાં આવશે

No comments:

Post a Comment