Elegant Rose - Working In Background

Friday, 13 September 2013

માનવ સંશાધન વિકાસ મંત્રાલય,NCERT દિલ્હીની જોઈન્ટ રીવ્યુ મિશનના બાર અધિકારીશ્રીઓ ગુજરાતરાજ્ય ના જીલ્લાઅઓ ની મુલાકાતે

                                      માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને  એન.સી.ઈ.આર.ટી.દિલ્હી ની જોઇન્ટ રીવ્યુ મિશન ના બાર  અધિકારીશ્રીઓ  ગુજરાત રાજ્યની મુલાકાતે આવનાર છે,તો આ  જોઈન્ટ રીવ્યુ મિશન બનાસકાંઠા  જીલ્લાની શહેરી વિસ્તાર અને ગ્રામ્ય કક્ષાની વિવિધ  શાળાઓની મુલાકાતે તા:૧૨-૦૯-૨૦૧૩ થી ૨૦-૦૯-૨૦૧૩ સુધી આવવાના છે. આ કમિટીના અધિકારીશ્રીઓ શાળામાં આવીને નીચેના જેવી  બાબતોની ચકાસણી કરવાના છે. ઉપરોક્ત સમય દરમિયાન ગમે તે શાળાની મુલાકાત લેશે. તેવું જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-પાલનપુર ના પ્રાચાર્ય શ્રી પી.એન.દવે સાહેબ & ડો.યુ. પી.બલોચ  સાહેબ,લાયઝન ઓફિસર,કાંકરેજ  તરફથી માહિતી મળેલ છે. આવનાર તમામ મિશનના અધિકારીશ્રીઓ  માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને  N.C.E.R.T. NEW DELHI ના જુદા-જુદા વિભાગના નિષ્ણાત ક્લાસ વન અધિકારીશ્રીઓ છે.
  • ગુજરાત રાજ્યમાં સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ હેઠળ  ટીચર્સ એજ્યુકેશન સ્કીમની નીચેની બાબતોની સમીક્ષા કરનાર છે.
  • શાળાઓના મંજુર મહેકમ સંદર્ભે શિક્ષકોની પુર્તતા.
શાળાઓમાં  સુવિદ્યાની દષ્ટિએ ખૂટતી  બાબતો જેવીકે 
  • ઓરડા 
  • પીવાના પાણીની ઉપલબ્ધ સુવિદ્યા 
  • વીજળીકરણ 
  • M.D.M.
  • મેદાન -રમત -ગમતના સાધનો 
  • ગ્રંથાલય-પ્રયોગશાળા -કમ્પ્યુટર -T.L.M.
  • કબાટ -બેન્ચીસો -કમમાઈક સેટ -T.V.સેટ 
  • ટોઇલેટ વગેરેની અલગ અલગ સુવિદ્યા 
જોઈન્ટ રિવ્યુ મિશનની મુલાકાત પહેલા આટલું કરો.
  • તમારી શાખા સંદર્ભે વહીવટી બાબતોની છેલ્લા પાંચ વર્ષની જાણકારી મેળવી લો.
  • ઓડીટ ની બાબતોને ધ્યાને લઇ પૂર્ણ કરો
  • શાળા વ્યવસ્થાપન સમિતિની એકાદ બેઠક બોલાવી જોઈન્ટ રિવ્યુ મિશનના આગમનની જન કરી દો 
  • ટી.વી.કમ્પ્યુટર -ટેપ લાઈટ -પંખા ચાલુ હાલતમાં છે તેની ચકાશણી  કરી લો. 
  • શાળા પ્રવૃતિ ના છેલ્લા ત્રણ વર્ષના ફોટાનું આલ્બમ તૈયાર કરો.
  • શાળાનું સમય પત્રક અને વાર્ષિક કેલેન્ડર તૈયાર રાખો
  • તમામ રીતે શાળાની સ્વચ્છતા ઉભી કરો (ટોઇલેટ,ભરતી,યુનિફોર્મ,મેદાન,વર્ગખંડ,દફતર,બાળકોની શારીરિક સફાઈ)
જોઈન્ટ રિવ્યુ મિશનની સંભવિત બાબતોની ચકાસણી    
  • આર.ટી.ઈ-૨૦૦૯ ની અમલવારી, કામગીરી અને  પરિણામ.
  • એસ.એમ.સી.ની રચના અને કામગીરી.
  • શાળાનો વર્ષ વાઈજ ડ્રોપ આઉટ રેઈટ, એન.ઈ.આર., જી.ઈ.આર.  વગેરે ઈન્ડીકેટર
  • ગુણોત્સવના પરિણામો. શાળા તથા શિક્ષકોના ગ્રેડ વર્ષ મુજબ 

  • એસ.એસ.એ.ના વિવિધ પ્રોજેક્ટની માહિતી અને અસરકારકતા તથા પરિણામો.
  • શિક્ષકોએ મેળવેલ તાલીમની વર્ષ મુજબ  વિગત.
  • શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોની કામગીરી.
  • શાળાની કામગીરી સાથે સંકળાયેલી તમામ બાબતોની માહિતી મેળવશે.
  • શિક્ષકોએ નિર્માણ કરેલ અને વપરાશમાં લીધેલ  ટી.એલ.એમ.
  • ઈકો ક્લબ અને ગણિત-વિજ્ઞાન મંડળની પ્રવૃતિઓ.
  • મધ્યાહન ભોજન યોજના અમલીકરણ અને પરિણામ.
  • એસ.એસ.એ., તથા શિક્ષણ વિભાગ તરફથી મળેલ સંદર્ભ સાહિત્ય જેમ કે મોડ્યુલ, ટી.એલ.એમ. વગેરેની માહિતી.
  • શિક્ષકોએ કરેલ સંશોધનની માહિતી.
  • શાળા દ્વારા કરવામાં આવેલ વિવિધ ઇનોવેટીવ પ્રવૃતિની માહિતી.
  • એડપ્સ અને પ્રજ્ઞા અભિગમના પરિણામ.
  • ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધેલ શિક્ષકો, બાળકો અને કૃતિઓની માહિતી.
  • વર્ષ મુજબ સર્વે, નામાંકન અને સ્થાયીકરણની માહિતી.
  • બાળકોની હાજરી અને શિક્ષણની ગુણવત્તા.

No comments:

Post a Comment