ઓકટોબર અંત સુધી રાજ્યમાં 8000 શિક્ષકોની ઘટ પૂરાશે ગાંધીધામ, તા.27 : સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં આગામી ઓકટોબર માસના અંત સુધી પ્રાથમિક શિક્ષકોની ઘટ પૂરી દેવા માટે રાજ્ય સરકારે સક્રિય પ્રયાસો આરંભી દીધા છેતેવી માહિતી રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહચૂડાસમાએ કચ્છના સાંસદને આપી હોવાનુંનાયબ માહિતી નિયામકને પત્ર પાઠવી જણાવ્યું હતું. તાજેતરમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકસંપર્ક કરતાં પૂનમબેન જાટ સમક્ષ પ્રાથમિક શાળામાં શિક્ષકોની વણપૂરાયેલી જગ્યાનો પ્રશ્ર્ન ભારે ચર્ચાયો હતો. ત્યારેબે દિવસ પૂર્વે ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રીની રૂબરૂ મુલાકાત લઇ તેમની સમક્ષ કચ્છના પ્રાથમિક શિક્ષણને કનડતી શિક્ષકોની ઘટનો મુદો રજૂ કર્યો હતો. પૂનમબેને જણાવ્યું કે, સરકારના અથાગ પ્રયત્નો છતાં પ્રાથમિકશિક્ષણનું સ્તર કથળતી સ્થિતિમાં મૂકાઇ રહ્યું છે તે બાબત ચિંંતા ઉપજાવે તેવી છે. તે બાબતે શ્રી ચૂડાસમાએ એકરાર કરી કહ્યું કે, સમગ્ર રાજ્યમાં 8000 જેટલા શિક્ષકોની ઘટ છે. તો કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપરાંત અન્યો દ્વારા તેમની સમક્ષ ઘટ પૂરવા રજૂઆત આવી છે ત્યારે આગામી ઓકટોબર માસ સુધી કચ્છ સહિત રાજ્યમાં ખાલી પડેલી જગ્યા પૂરી દેવાની ખાતરી અપાઇ હતી
No comments:
Post a Comment