Elegant Rose - Working In Background

Tuesday, 28 May 2013

વિદ્યાસહાયકોની ભાવિનો ફેંસલો જુલાઇમાં

  • અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકોની ફીક્સ પગારથી કરાયેલી નિમણૂંકના મામલે સુપ્રિમ કોર્ટમાં કરાયેલી રીટ અરજીની સુનાવણી આજે હાથ ધરાઇ ત્યારે સુપ્રિમ કોર્ટે યથાવત સ્થિતિ જાળવી રાખીને તેની વધુ સુનાવણી જુલાઇ 2013માં રાખવાનો આદેશ આપ્યો હતો. આમ, ફીક્સ પગારથી શિક્ષકની ફરજ બજાવતાં વિદ્યાસહાયકોના ભવિષ્યનો ફેંસલો જુલાઇ માસમાં જાહેર થાય તેમ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિદ્યાસહાયકોની નિમણૂંકને ગુજરાત હાઇકોર્ટે અયોગ્ય ઠેરવી હતી. તેની સામે ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાંઅપીલ કરી હતી. ગઇ વખતની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે ફીક્સ પગારથીશિક્ષકની ફરજ બજાવતાં વિદ્યાસહાયકોની આ નિમણૂંક સામે અનેક પ્રકારના સવાલો પૂંછયાં હતા. આ વિદ્યાસહાયકો ખરેખર તો વિદ્યાના સહાયકો નહી પરંતુ વિદ્યાના શત્રુઓ હોવાનું અવલોકન કર્યું હતું. અને જ્યારે શિક્ષણના અધિકારનો કાયદો અમલ છે ત્યારે કોઇપણ સરકાર સાવ નજીવા વેતનથી એટલે કે 2500 કે 3500 ના ફિક્સ પગારથી શિક્ષકની નિમણૂંક કઈ રીતે કરી શકે તેવો સવાલ પણ કર્યો હતો. તેની સામેરાજ્ય સરકારે વિદ્યાસહાયકોની નિમણૂંક યોગ્ય રીતે અને એક શિક્ષકની જે લાયકાત જોઇએ તે મુજબ થતી હોવાનું જાહેર કર્યું હતું. આજે સૂનાવણી નીકળી ત્યારે સુપ્રિમ કોર્ટે આ કેસમાં યથાવતની સ્થિતિ જાળવી રાખીને જુલાઇ માસમાં વધુ સુનાવણી હાથ ધરવાની જાહેરાત કરતાં હવે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યા સહાયકોના ભાવિનો ફેંસલો થશે. GGN NEWS

No comments:

Post a Comment